Navsari Agricultural University
ચીકુ એ ઉષ્ણ કટિબંધનો અગત્યનો ફળ પાક છે. ભારતમાં તે કેરી, કેળા, લીંબુ, સફરજન અને જમરૂખ પછી છઠ્ઠા ક્રમનું સ્થાન ધરાવે છે. ભારતમાં ચીકુની ખેતીની શરૂઆત ર૦ મી સદીની શરૂઆતમાં થવા છતાં આપણા દેશના દક્ષિાણ ભાગની આબોહવા તેને એટલી બધી અનુકુળ આવી છે કે લોકો ભારતને જ તેનું મુળ વતન માને છે. પરંતુ હકીકતમાં ચીકુનુ મૂળ વતન મધ્ય અમેરિકામાં આવેલ મેકિસકો છે. ભારતમાં તેની ખેતી ખાવાના ફળ માટે થાય છે. જયારે દક્ષિાણ અમેરિકામાં ચ્યુઈંગ ગમ બનાવવાના પાયાના પદાર્થ તરીકે ચીકલ (ગુટ્ટા પર્ચા) મેળવવા માટે થાય છે. દુનિયાના અન્ય દેશો જેવા કે જમૈકા, ફિલિપાઈન્સ, દક્ષિાણ ફલોરીડા, ચીન, શ્રીલંકા, ગ્વાટેમાલા, મેકિસકો, વેસ્ટ ઈંડીઝ વિગેરેમાં વ્યાપારિક ધોરણે ચીકુની ખેતી થાય છે. ભારતમાં દરિયાકાંઠાના રાજયો જેવાં કે ગુજરાત, મહારાષ્ટ્ર,કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરાલા અને પશ્રિમ બંગાળમાં ચીકુની ખેતી થાય છે. એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન, આખા વર્ષ દરમ્યાન ફળ આપવા અને રોગ જીવાતના ઓછા ઉપદ્રવ ઉપરાંત મહદઅંશે ક્ષારો સહન કરવાની અને પાણીની અછતનો પણ સામનો કરવાની ક્ષામતાના કારણે આપણા દેશમાં ચીકુનો પાક વધુ લોકપ્રિય બન્યો છે. ઈન્ડિયન હોર્ટીકલ્ચર ડેટા બેઈઝ (ર૦૧૧) અનુસાર ભારતમાં ૧,૬૦,૦૦૦ હેકટર વિસ્તારમાં ચીકુની ખેતી થાય છે અને તેમાંથી પ્રતિ હેકટર ૮.૯૦ મેટ્રિક ટનની ઉત્પાદકતા સહિત વાર્ષિક ૧૪,ર૪,૦૦૦ મેટ્રિક ટન ઉત્પાદન મળે છે. આપણા ગુજરાત રાજયમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, ભરૂચ અને નર્મદા તેમજ જુનાગઢ જીલ્લામાં ચીકુની ખેતી થાય છે. ગુજરાતમાં કુલ ર૮,૮૦૦ હેકટરમાં ચીકુની ખેતી થાય છે અને તેમાંથી પ્રતિ હેકટરે ૧૦ મેટ્રિક ટનની ઉત્પાદકતા સાથે ર,૮૮,૦૦૦ મેટ્રિક ટનનું વાર્ષિક ઉત્પાદન થાય છે. ચીકુ ખાવામાં ખુબજ મીઠાં, માવો પોચો અને કણીદાર હોય છે. પાકા ચીકુમાંથી સુકવણી કરીને ચીપ્સ, ચીકુ હલવો, ચીકુ મુરબ્બો, ચીકુ જયુસ, સ્કવોશ, સિરપ, જામ, ટ્રોફી, કેન્ડી અને મિલ્ક શેક બનાવી શકાય છે.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.