ચોમાસામાં જુન થી સપ્ટેમ્બર દરમ્યાન પ્રમાણસર વહેંચાયેલો ૭પ૦ થી ૩૭પ૦ મી.મી. વરસાદ, મધ્યમ ઠંડા, સૂકો, ભેજરહિત શિયાળો તથા મધ્યમ ગરમ ઉનાળો આંબાને માફક આવે છે. ફુલ આવવાના સમય દરમ્યાન વાદળ, ધુમ્મસવાળું હવામાન અથવા માવઠાનો વરસાદ ફળ બેસવાની પ્રક્રિયાને અવરોધે છે તથા રોગ જીવાતને નોતરે છે. નાના ફળો ૪ર૦ સે. થી વધારે તાપમાને ખરી પડે છે અને આફુસ-જમાદાર જેવી જાતોમાં કપાસીનો ઉદભવ થાય છે.
પ્રમાણસરની લગભગ બે મીટર જેટલી ઉંડી સારા નિતારવાળી, ફળદ્રપ જમીન વધારે અનુકુળ છે.ગોરાડુ, બેસર કે નદીકાંઠાની જમીન આદર્શ છે. ખારી ચીકણી તેમજ નિતાર વગરની જમીન આંબાને અનુકુળ નથી. પાણીના તળ ઉપર આવતા હોય તેવી જમીનમાં પણ આંબા સારા થતાં નથી.