કાચા નાળિયેર ખરી પડવા અંગે વિશેષ કાળજી :
---------------------------------
સામાન્ય રીતે નાળિયેરીનો પુષ્પવિન્યાસ ખુલ્યા બાદ એક માસે માદા ફૂલોનું ફલિનીકરણ થતુ હોય છે. ફલિનીકરણ કિ્રયા પૂર્ણ થયા બાદ ર માસ દરમ્યાન મોટાભાગના બટનો (ફલિનીકરણ ન થયેલા) ખરી પડે છે જેને ઘણીવાર ખેડૂતો નાળિયેર ખરી પડે છે તેવું માને છે. પરંતુ નાળિયેરનો વિકાસ થયા પછી જે ખરે છે તે જ સાચા નાળિયેર છે. જેનાં માટે ઘણા બધા કારણો જવાબદાર છે, જેવા કે હવામાન, પાણીની અનિયમિતતા, ઝાડની પરિપકવતા, વારસાગત ગુણધર્મો પોષણક તત્વોની ઉણપ, અંત:સ્ત્રાવની ખામી, રોગ-જીવાત વગેરે. આ માટે નીચે મુજબની કાળજી લેવી સલાહ ભરેલી છે.
(૧) ઝાડની સંખ્યા એક કરતાં વધારે વાવવી.
(ર) નિયમિત અને પૂરતા જથ્થામાં પાણી અને ભલામણ મુજબના ખાતરો આપવા.
(૩) નબળી ઉત્પાદનક્ષામતા ધરાવતા ઝાડ બગીચામાંથી દૂર કરી બીજા વાવવા.
(૪) સમયસર રોગ-જીવાતના નિયંત્રણના પગલા લેવા.
(પ) ફૂલ કાતરો (પુષ્પવિન્યાસ) ખૂલ્યા બાદ એક માસ પછી ર, ૪-ડી, ર૦ પી.પી.એમ. દ્રાવણનો કોતરા ઉપર છંટકાવ અઠવાડિયાના ગાળે ચાર વખત કરવો. (બજારમાં ઉપલબ્ધ બાગાયત ગ્રેડનાં ર, ૪-ડી નો ર૦ મી. ગ્રા. પાવડર થોડા પાણીમાં ઓગાળી તેમાં જરૂરી પાણી ઉમેરી ૧ લીટરનું દ્રાવણ બનાવવું. અથવા પ થી ૧૦ લીટર પાણીમાં પ મીલી લ્પાનોફિકસ ઉમેરી વૃધ્ધિ નિયંત્રકનો છંટકાવ કરવાથી ફળધારણ થઈ વધુ ઉત્પાદન મળે છે.