નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે થયેલ સંશોધન પ્રમાણે કેળના પાક સાથે હળદરનો પાક વધારે અનુકુળ માલૂમ પડેલ છે. હળદરનો પાક આંતરપાક તરીકે લેવો હોય તો કેળ અને હળદરની રોપણી મે માસમાં કરવી. આ ઉપરાંત ટુંકાગાળાના શાકભાજીના પાકો પણ લઈ શકાય છે. કેળના પાકને તેની જરૂરીયાત મુજબના ખાતરો આપવા ઉપરાંત આંતરપાકોને જે તે પાકની ભલામણ અનુસાર વધારાના ખાતરો આપવા ખાસ જરૂરી છે.