નાળિયેરીનાં બગીચામાં શરૂઆતનાં વર્ષમાં બધા જ પાકો મિશ્રપાક તરીકે લઈ શકાય છે. ત્યારબાદ છાંયામાં થતા પાકો જેવા કે આદુ, હળદર, સુરણ જેવા પાકો ઉછેરી શકાય છે. ઝાડ અથવા નાળિયેરીના રોપની નર્સરી મોટા થઈ ગયા પછી નાળિયેરીમાં ઘઉં, રજકો, જુવાર, શાકભાજી વગેરે પાકો લઈ શકાય છે. જે વિસ્તારમાં મીઠા પાણીની પૂરતી સગવડતા હોય ત્યાં કેળ, સોપારી, મરી, નાગરવેલ જેવા બાગાયતી પાકો પણ લઈ શકાય છે. દક્ષિાણ ભારતમાં એકમ વિસ્તારમાં સોપારી, કોકો અથવા કોફી, નાળિયેરી અને સોપારીના ઝાડ પર મરી ચઢાવી વધારાની પૂરક આવક મેળવવામાં આવે છે.
બહુઉદદેશીય પાક પદ્ધતી:
-----------------
- નાળિયેરીનાં બગીચામાં વચ્ચેની ખૂલ્લી જગ્યામાં વિવિધ બાહય લક્ષણો તથા ઉંચાઈ ધરાવતા ત્રણ કે વધુ આંતરપાકો ઉગાડી સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરી જમીનની અંદરના વિવિધ ઝોનમાં રહેલ પોષક તત્વોનો પણ અસરકારક રીતે ઉપયોગ કરી ઉત્પાદન મેળવવાની પ્રથાને બહુઉદદેશીય પાક પધ્ધતી તરીકે ઓળખવામાં આવે છે.
- નાળિયેરીનાં બગીચામાં શરૂઆતનાં વર્ષમાં બધા જ પાકો મિશ્રપાક તરીકે લઈ શકાય છે. ત્યારબાદ છાંયામાં થતા પાકો જેવા કે આદુ, હળદર, સુરણ કે નાળિયેરીના રોપની નર્સરી જેવા પાકો ઉછેરી શકાય છે.
- ઝાડ મોટા થઈ ગયા પછી નાળિયેરીમાં ઘઉં, રજકો, જુવાર, શાકભાજી વગેરે પાકો લઈ શકાય છે. જે વિસ્તારમાં મીઠા પાણીની પૂરતી સગવડતા હોય ત્યાં કેળ, સોપારી, મરી, નાગરવેલના પાન વગેરે રોકડિયા બાગાયતી પાકો પણ લઈ શકાય છે.
દા.ત.
૧) નાળિયેરી + કેળ + મરી + તજ + હળદર
ર) નાળિયેરી + કોકો + મરી
૩) નાળિયેરી + સુરણ + મરી
૪) નાળિયેરી + કેળ + મરી + ગલગોટા
પ) નાળિયેરી + કેળ + મરી + ડુંગળી
૬) નાળિયેરી + કેળ + મરી + આદુ
૭) નાળિયેરી + કેળ + મરી + સુરણ
૮) નાળિયેરી + શાકભાજી + વેલાવાળા પાકો
૯) નાળિયેરી + મરી + કોફી
લાખી બાગ યોજના
-------------
મહારાષ્ટ્ર રાજયમાં બાળાસાહેબ સાવંત કોકણ કૃષી મહાવિદયાલય, દાપોલી ખાતે લાખી બાગ યોજનાનું આયોજન કરી વિકસવવામાં આવેલ છે. લાખી બાગ યોજના એટલે કે નાળિયેરીના વાવેતર હેઠળ જાયફળ, લવંગ, તજ અને કાળા મરી જેવા પાકોને મિશ્ર પાકો તરીકે ઉગાડવામાં આવે છે જેમાં એક એકર વિસ્થાર માંથી એંક લાખ રૂપયાથી પણ વધારે આવક ખેડૂત મેળવી શકે છે એટલેજ એને લાખી બાગ યોજના કહેવામાં આવે છે.