Navsari Agricultural University
ચોમાસું પુરુ થયા પછી મોર આવીને કેરી વટાણા જેવડી થાય ત્યાં સુધી પિયત આપવું નહી.
કેરી વટાણા જેવડી થાય ત્યારે એક પાણી અને ત્યારબાદ ર૦ થી રપ દિવસનાં ગાળે આફુસમાં એક પાણી જયારે કેસર, તોતાપુરી, વશીબદામી જેવી જાતને બે પાણી આપવા .
પાણી આપવાથી ફળનું ખરણ અટકશે તેમજ કદ અને વજનમાં વધારો થશે.

નિતાર :
----------

ભારે ચીકણી જમીનમાં ચોમાસામાં વધારે ભેજને ઝડપથી દુર કરવા નિતાર નીક બનાવવી જઈએ.
વરસાદનું પાણી ઝડપથી નિતાર થાય તે જોવું ખાસ જરૂરી છે. નિતારશકિત વધારવા પ્રેસમડ કે જીપ્સમનો ઉપયોગ કરી શકાય.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.