ભારતમાં ફળપાકોના કુલ વાવેતર વિસ્તારમાં ૯૬ લાખ હેકટર વિસ્તાર સાથે પપૈયાનો હિસ્સો પ % છે, જયારે ગુજરાતમાં આ હિસ્સો ર૧.૩ % છે. વર્ષે ર૦૦૯-૧૦ દરમ્યાન ભારતમાંથી પપૈયાની વિશ્વના જુદા જુદા દેશો જેવાકે, યુ.એસ.એ., નેધરલેન્ડ, ચીન, યુ.એ.ઈ., ફ્રાન્સ, બાંગ્લાદેશ, નેપાલ, જાપાન, સીંગાપોર અને યુ.કે. માં કુલ નિકાસ ૧૭૯.રપ લાખ મે.ટન હતી જેમાંથી ૧૭૪૮.૭૮ લાખ રૂપિયાનું વિદેશી હુંડીયામણ મળેલ હતું. ફળપાકોમાં પપૈયાનો પાક મોખરાનું સ્થાન ધરાવે છે. આ ફળપાક ટૂંકાગાળામાં વધારે ઉત્પાદન આપી વધુ આર્થિક વળતર રળી આપતો હોવાથી બાગાયતદારોમાં જાણીતો અને માનીતો થયો છે. ગુજરાતમાં વર્ષે ર૦૧૦-૧૧ ના આંકડા મુજબ ૧૭૭૯૬ હેકટરમાં પપૈંયાના વાવેતર સાથે ૯.૭ લાખ મે.ટન ઉત્પાદન મળેલ છે. તે જોતા પપૈંયાની ઉત્પાદકતા પ૪ ટન/હેકટર છે.