Navsari Agricultural University
દેશી તથા હાઈબ્રીડ જાત માટે ૭.પ મીટર × ૭.પ મીટર અને ઠીંગણી જાત માટે ૬ મીટર × ૬ મીટરનું અંતર બે હાર અને હારમાં બે ઝાડ વચ્ચે રાખવું હિતાવહ છે. નાળિયેરી રોપવા માટે ખાડાનું માપ ૧ મીટર × ૧ મીટર × ૧ મીટર અથવા ૬૦ સે.મી. × ૬૦ સે.મી. × ૬૦ સે.મી. માપના ખાડા ખોદવા. ખાડાને ૧૦-૧પ દિવસ તડકામાં બરાબર તપવા દઈ માટી સાથે ર૦ કિલો સારું કોહવાયેલું છાણિયું ખાતર તથા રપ૦ ગ્રામ ડી.એ.પી. અને પ૦૦ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ તથા ઉધઈના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ર૦% ઈ.સી. ર૦ મી લી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી ખાડો ભરવો.


� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.