Navsari Agricultural University
ચોમાસુ ઋતુ પૂરી થયે ઘાસ તથા વેલાઓ કાપી સફાઈ કરી ટ્રેકટરથી ર થી ૩ ખેડ કરવી. પુખ્ત વયના ઝાડમાં રોગિષ્ઠ, પાકટ અને જમીન સાથે અડી ગયેલ ડાળીઓની છાંટણી કરવી તેમજ વાંદા જેવી પરોપજીવી વનસ્પતિની વૃધ્ધિ ડાળીઓ ઉપર જોવા મળે તો તે કાપી નાંખવી. ફળના જવતર માટે વૃધ્ધિ નિયંત્રકો જેવા કે એન. એ. એ. પ૦ પી.પી.એમ. (૧ લીટર પાણીમાં પ૦ મિ.ગ્રા. પાઉડર) નું પ્રવાહી ફૂલ આવવાના સમયે ૧પ દિવસના અંતરે ત્રણ વખત છાંટવાથી ૩૦ ટકા જેટલું ફળનું જવતર વધુ જોવા મળે છે. પ × પ મીટરના અંતરે રોપણી કરેલ ઝાડની ડાળી એકબીજાને અડી જાય ત્યારબાદ બંને દિશામાં એકાંતરે લાઈનમાં આવતા ઝાડોની જરૂરિયાત મુજબ છાંટણી કરતા રહી છેવટે ૧૦ × ૧૦ મીટરના અંતરે ઝાડો રાખવા.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.