કોઈપણ પાકની સંતોષાકારક વૃધ્ધિ અને ઉત્પાદન માટે કુલ ૧૬ તત્વોની જરૂરીયાત છે.
સામાન્ય રીતે કેરીનાં એક ટનના ઉત્પાદન માટે જમીનમાંથી ૬.૭ કીલો નાઈટ્રોજન, ૧.૭ કીલો ફોસ્ફરસ અને ૩ કીલો પોટાશનું શોષાણ થાય છે. આ ઉપરાંત ઝાડને પોતાના વિકાસ માટે પણ કેટલીક માત્રામાં આ તત્વોની જરૂર પડે છે.
આંબાનાં પાકમાં ખાતરની ભલામણ નીચે મુજબ છે :
-------------------------------------------
વધુમા જે વાડીમાંથી હેકટરે ૧૦ ટન કરતાં વધુ ઉત્પાદન મળે તેમાં દર ટનના વધારાના ઉતારા દીઠ દરેક ઝાડને ૩૩ ગ્રામ એમોનીયમ સલ્ફેટ, ૧૧ ગ્રામ સુપરફોસ્ફેટ અને ૧૩ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ વધારાનું આપવું.
સેન્દ્રિય ખાતરો જેવાં કે છાણિયુ ખાતર,ગળતીયું (કંપોષ્ટ) ખાતર, પ્રેસમડ(જુનો) દિવેલી ખોળ વગેરેનો ઉપયોગ કરવાથી જમીનની ભૌતિક પરિસ્થિતિ સુધરે છે. લાભદાયક સુક્ષમજીવાણું તથા અળસિયાની સંખ્યામાં વધારો થતાં પોષાકતત્વોની ઉપલબ્ધતા વધે છે. આ સેન્દ્રીય ખાતરોમાંથી જરૂરી સુક્ષમ પોષાક તત્વો પુરા પ્રમાણમાં મળી રહે છે.
ઉપરોકત ખાતરો અસરકારક મૂળ વિસ્તાર એટલે કે ઝાડનાં ફેલાવાની નીચે જમીનમાં રપ થી ૩૦ સે.મી. ઉંડાઈ સુધીમાં સક્રિય મૂળ આવેલા હોય છે. એટલે થડ થી ૧.પ થી ર.૦ મીટરનાં અંતરે રપ થી ૩૦ સે.મી ઉંડી અને ૩૦ થી ૪૦ સે.મી પહોળી રીંગ બનાવી તેમાં ખાતરો આપી માટીથી ઢાંકી દેવા જોઈએ.
ખાતર આપવાનો સમય :
------------------------
પુરેપુરુ છાણિયું ખાતર, ૧/ર નાઈટ્રોજન તેમજ ફોસ્ફરસ અને પોટાશનો પુરેપુરો જથ્થો ચોમાસુ શરૂ થતાં પહેલા જુન માસમાં આપવો. બાકીનો ૧/ર નાઈટ્રોજનનો જથ્થો ફેબ્રુઆરી-માર્ચ માં કેરી લખોટા જેવડી કદની થાય ત્યારે આપી એક હળવું પિયત આપવું.
પિયતની સગવડતા ન હોયતો પુરે પુરો જથ્થો ચોમાસામાં આપવો