Navsari Agricultural University
ચીકુના ઝાડ ઉપર લગભગ બારેમાસ વધતા આેછા પ્રમાણમાં પુષ્પો અને ફળો જોવા મળે છે. સામાન્ય રીતે ઓકટોબર થી જાન્યુઆરી માસના ગાળા દરમ્યાન વધુ ફળ મળે છે. ત્યારબાદ મે માસ સુધી ફળો મળતા રહે છે. ફળની છાલ લીલાને બદલે પીળાશ પડતી જણાય, ફળ ઉપર હાથ ઘસવાથી રેતી જેવો ઝીણો ભૂકો હાથમાં ચોંટે અને ફળની ટોચ પરનો કાંટો સહેજ અડકતાં ખરી પડે ત્યારે ફળો ઉતારવા લાયક ગણાય છે. ફળો ઉતારવા માટે વેડીનો ઉપયોગ કરવો. ફળો જમીન ઉપર ન પડે તેની ખાસ કાળજી રાખવી. ઉતારેલ ફળોને કોથળામાં નાખી હલાવવા જેથી ફળ સ્વચ્છ અને ચળકાટ આપશે. કોથળામાં નાંખીને હલાવવાના વિકલ્પે ફળોને પાણીમાં ધોઈ સૂકવવામાં આવે છે. ત્યારબાદ કદ પ્રમાણે વર્ગીકરણ કરીને બજારમાં મોકલવામાં આવે છે.

ઉત્પાદન :
--------------

ચીકુની કલમોની રોપણી પછી શરૂઆતમાં બે વર્ષે સુધી આવતા ફળો તોડી નાંખવા હિતાવહ છે. ધીરેધીરે ચોથા વર્ષે પછી ઉત્પાદન મળતું થાય છે. સામાન્ય રીતે પુખ્ત વય (૧ર થી ૧પ વર્ષે) ના ઝાડ પ્રતિવર્ષ ૧ર૦ થી ૧પ૦ કિ. ગ્રા. જેટલું ફળનું ઉત્પાદન આપે છે.

મુલ્યવૃધ્ધિ :
--------------

દક્ષિણ ગુજરાતમાં ચીકુ ફળોની વેચાણ વ્યવસ્થા સહકારી મંડળીઓ તથા સ્થાનિક વેપારીઓ ધ્વારા થાય છે. ફળોને ઉતાર્યા પછી મુખ્યત્વે ત્રણ ગ્રેડમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ત્યારબાદ કાગળના બોક્ષામાં ૧૦ કિલોગ્રામ ફળ ભરવામાં આવે છે. ફળોને ઉતાર્યા બાદ ૧પ૦ પી.પી.એમ. જીબ્રેલીક એસિડના દ્રાવણમાં ૮ થી ૧૦ મિનિટ બોળ્યા બાદ કાગળના બોક્ષામાં ભરવાથી તેની ટકાઉશકિત વધે છે. નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે થયેલ અભ્યાસ મુજબ ચીકુને ઉતાર્યા બાદ ૧ % ચુનાના દ્રાવણમાં પ મિનિટ સુધી ડૂબાડી સુકાયા બાદ પાણીમાં ધોવાથી ફળોના દેખાવમાં સુધારો થાય છે અને ટકાઉશકિત વધે છે. બીજા એક અભ્યાસ મુજબ ફળોને ઉતાયર્ા બાદ ૧૦° સે. ગ્રે. તાપમાને ૮ કલાક સુધી પ્રિકુલીંગની માવજત આપીને પ૦ માઈક્રોનની ૧.ર ટકા કાણાવાળી બેગમાં ભરી સીએફબી બોકસમાં મૂકી ૧ર° સે. ગ્રે. તાપમાને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાથી ફળોની ગુણવતાને અસર થયા વગર ૧પ દિવસ સુધી સંગ્રહ કરી શકાય છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.