પપૈયાની ખેતીમાં પિયત વ્યવસ્થા ખાસ ધ્યાને લેવી. પપૈયાના છોડને વધારે પડતુ પાણી આપવું નહી. પાણીની ખેંચને લીધે ફળ ખરી પડવાની શકયતા રહે છે. જેથી સ્થાનિક હવામાન અને જમીનના પ્રકાર પ્રમાણે શિયાળામાં ૧૦ થી ૧ર દિવસે અને ઉનાળામાં ૬-૮ દિવસે પાણી આપવું.
ટપક સિંચાઈ સાથે ખાતર વ્યવસ્થા (ફર્ટીગેશન):
વિભાગીય બાગાયત સંશોધન કેન્દ્ર નકૃયુ, નવસારી ખાતેથી થયેલ ભલામણ મુજબ પપૈયાની મધુબિંદુ જાતમંા ભલામણ કરેલ નાઈટ્રોજન અને પોટાશ ખાતરના ૮૦% (૧૬૦-ર૦૦ ગ્રામ ના. પો./છોડ) ૧ર સરખા હપ્તામાં ફેરરોપણી પછી ૪પ દિવસે શરૂ કરી ૧પ દિવસના ગાળે ટપક સિંચાઈ ધ્વારા આપવો. ખામણા દીઠ ૧૦ કિ. ગ્રા. છાણિયું ખાતર પાયામાં તેમજ છોડ દીઠ ૧૦૦ ગ્રામ ફોસ્ફરસ જમીનમાં ફેરરોપણી બાદ ૪પ અને ૯૦ દિવસે આપવો. ટપક પધ્ધતિમાં પ્રતિ કલાક ૮ લિટરની ક્ષામતાવાળા ર ડ્રીપર થડની બંને બાજુ ૩૦ સે. મી. દુર ગોઠવી પધ્ધતિ એકાંતરે દિવસે આેગષ્ટ થી સપ્ટેમ્બર દરમ્યાન (વરસાદના દિવસો સિવાય) પ૦ મિનીટ, આેકટોબરથી ફેબ્રુઆરી દરમ્યાન ૭૦ મિનીટ અને માર્ચ પછી વરસાદની શરૂઆત સુધી ર કલાક મુજબ ચલાવવી.